માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા અને સુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. સેવા કેમ્પો, રિફ્લેક્ટિવ સુરક્ષા વ્યવસ્થા અને ડ્રોનથી દેખરેખ રાખવામાં આવી રહી છે. ભુજમાં ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા CCTVથી પદયાત્રાના માર્ગો પર સતત નજર રખાઈ રહી છે. ટ્રાફિક અવરોધ કે ગેરકાયદે પાર્કિંગ જણાય તો સ્થળ પરના પોલીસકર્મીઓને તાત્કાલિક જાણ કરાય છે. ચોરી, મોબાઇલ સ્નેચિંગ અને ખિસ્સાકાતરી જેવી ઘટનાઓ અટકાવવા પણ સઘન મોનિટરિંગ થઈ રહ્યું છે. પદયાત્રીઓની સલામત અને સરળ અવરજવર માટે કન્ટ્રોલ સેન્ટર અને ટ્રાફિક પોલીસ સંકલનથી કાર્ય કરી રહ્યાં છે.
#matanoMadh #kutchpolice #padyatra #pilgrimsafety #humdekhengenews