કોમનવેલ્થ ગેમ્સ-2030 પહેલાં અમદાવાદની જાહેર પરિવહન વ્યવસ્થામાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. AMC દ્વારા શહેરના અંદાજે 800 AMTS બસ સ્ટોપને સ્માર્ટ બસ સ્ટોપમાં વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં GPS દ્વારા બસના આગમનનો સમય, રૂટ મેપ, Wi-Fi, મોબાઇલ ચાર્જિંગ અને LED લાઇટિંગ જેવી આધુનિક સુવિધાઓ મળશે. આગામી અઢીથી ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન છે.
#AhmedabadNews #AMTSSmartBusStops #CommonwealthGames2030 #HumDekhengeNews