ખંભાત: ચેક રિટર્ન કેસમાં સજા પામેલ નાસતો-ફરતો કંસારીનો આરોપી ઝડપાયો
ખંભાત સિટી પોલીસે ચેક રિટર્ન હેઠળ સજા પામેલ અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને ઝડપી પાડ્યો છે.ખંભાત કોર્ટ દ્વારા કંસારીના આઝાદ નગર ખાતે રહેતા અજમતઅલી અસગરઅલી શેખને સજા ફટકારવામાં આવી હતી. સજા પડ્યા બાદ આરોપી નાસતો ફરતો હતો.ખંભાત શહેર પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન અ.પો.કો. ઉપેન્દ્રકુમાર મફતભાઈ ને અંગત બાતમીદાર દ્વારા સચોટ માહિતી મળી હતી કે, આ આરોપી હાલ ખંભાતના ત્રણલીમડી વિસ્તારમાં છે. જેથી તેને ઝડપી પાડ્યો હતો.