ખંભાત: જલારામ સોસાયટીમાં બે આખલાઓની લડાઈની વિડીયો વાયરલ,રખડતા ઢોરોએ 3 જેટલા વ્યક્તિઓને અડફેટે લીધા
Khambhat, Anand | Jul 11, 2026 જલારામ સોસાયટીમાં બે આખલાઓએ તોફાન મચાવ્યો હતો.અગાઉ પણ રખડતા ઢોરે એક યુવતી, બે બાળકો, અને એક વૃદ્ધને અડફેટે લેતા ઈજાઓ પહોંચાડી હોવાની માહિતી મળી છે.આ અંગે ખંભાત સ્થાનિક રહીશ ચિરાગ ભાવસારે નગરપાલિકાને લેખિત ફરિયાદ કરી હતી.જે દરમ્યાન પાલિકા પાસે ઢોરને પૂરવાનો ડબ્બો ન હોવાનું માલુમ પડ્યું છે.સદર વિસ્તારમાં રખડતા આખલાઓની લડાઇનો એક વિડીયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.