માંડવીના 200 વર્ષ પ્રાચીન શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણનું
ભૂમિપૂજન પ્રસંગે પ્રવેશ સંતવાણી યોજાઈ
માંડવી-કચ્છમાં 200 વર્ષ પ્રાચીન સ્વયંભૂ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરના નવનિર્માણ ભૂમિપૂજન સમારોહ તથા ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું હતું આ સંતવાણીમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ, નિલેશ ગઢવી, ભગવતીબેન ગોસ્વામી, હરિ ઓમ ગઢવી, પિયુષ મહારાજ, રમેશ જોશી
સહિતના કલાકારોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા મોડી રાત્રે સુધી ચાલેલી સંતવાણીમાં ભાવિકોએ ખુલ્લા મને મંદિરના નવનિર્માણ માટે સહયોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાન દીપ્તાનંદજી મહારાજ સહિત સંતો અને ભક્તો સહયોગી બન્યા હતા