લાભ પાંચમના પવિત્ર પર્વે સાળંગપુરધામમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન માટે દેશ-વિદેશમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિર ખાતે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. કષ્ટભંજનદેવનું વિશેષ પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસર જય શ્રી હનુમાન અને કષ્ટભંજનદેવના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. લાભ પાંચમના પાવન અવસરે સાળંગપુરધામમાં ભક્તિ અને આસ્થાનો અદભુત સંગમ સર્જાયો હતો.
#SalangpurDham #KashtbhanjanDev #LabhPancham #HumDekhengeNews