ઉત્તરાખંડના હરિદ્વારમાં હર કી પૌડી ઘાટ પર ગંગા નદીનું અદભૂત અને નિર્મળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વાર્ષિક ગંગા બંદી દરમિયાન કામદારો અને સ્વયંસેવકો દ્વારા ઘાટની સફાઈ કરી કચરો અને કાંપ દૂર કરવામાં આવ્યો હતો. સફાઈ બાદ ગંગાનું પારદર્શક પાણી જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 2027ના અર્ધકુંભ પહેલાં હાથ ધરાયેલી આ સફાઈ બાદ હવે ગંગાની સ્વચ્છતા જાળવવાની જવાબદારી નાગરિકોની પણ છે.
#Haridwar #GangaRiver #HarKiPauri #GangaCleaning #Uttarakhand