માંડવી: તરસાડા બાર પાસેથી પોલીસે ક્રૂરતા પૂર્વક પશુ ભરેલ ટેમ્પો ઝડપી લીધો.
Mandvi, Surat | Dec 3, 2025 સુરત જિલ્લાના માંડવી પોલીસે પશુઓ પ્રત્યે ક્રૂરતા આચરવા અને ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરવા બદલ બે ઈસમોની ધરપકડ કરી છે. આરોપીઓ બોલેરો પીકઅપમાં બે મોટી ભેંસોને ઘાસચારો, પાણી કે હવા-ઉજાસની પૂરતી વ્યવસ્થા વગર, હલનચલન ન કરી શકે તે રીતે ટૂંકા દોરડાથી બાંધીને વહન કરી રહ્યા હતા. પોલીસે કુલ T2,32,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.