સરખેજ વિસ્તારમાં આવેલા મુમતપુરા પાસે પાણી ભરાયેલા ખાબોચિયામાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને કબજે કરી તપાસ શરૂ કરી છે. મૃતક યુવક કોણ છે અને તેનું મોત કયા સંજોગોમાં થયું તે જાણવા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.