કાલોલ: 9 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલા હાલોલ બસ સ્ટેન્ડ પરથી મળી આવી
પંચમહાલના વેજલપુરથી 9 વર્ષ પહેલા ગુમ થયેલી 31 વર્ષીય અનીલાબેન નિનામાને પોલીસે હાલોલ બસ સ્ટેન્ડ પરથી શોધી કાઢ્યા છે. મોબાઈલના ટેકનિકલ વિશ્લેષણ દ્વારા પોલીસે આ સફળતા મેળવી છે. હાલ તેઓ વડોદરામાં રહેતા હતા.