બારડોલી: ટેન ગામે રત્નકળશ એપાર્ટમેન્ટમાં આગ લાગતાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, વૃદ્ધનું કરુણ મોત
Bardoli, Surat | Feb 12, 2026 ઘરના એક રૂમમાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઘટના દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ગેસના ભારે દબાણના કારણે 71 વર્ષીય અરુણભાઈ મંછાભાઈ મિસ્ત્રી પોતાની જાન બચાવવા માટે પ્રથમ માળની ગેલેરીમાં આવ્યા હતા દરમ્યાન ગેસ બોટલ બ્લાસ્ટ થતા ધડાકા સાથે તેઓ પહેલા માળેથી નીચે પટકાયા હતા જેથી માથામાં ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.