સિહોર: ઇકો કાર હટાવી લેવાનું કહેતા હુમલો કર્યો. સિહોર એસટી બસ સ્ટેન્ડમાં ત્રણ શખ્સોએ ડ્રાઇવરને માર માર્યો
શિહોરના એસટી બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ નજીક ગેરકાયદેસર પાર્ક કરેલી ઇકો કારના ચાલે કે એસટી ના ડ્રાઈવરે કાર બસ સ્ટેન્ડની બહાર પાર કરવાનું કહેતા કાર ચાલક સહિત ત્રણ શખ્સોએ એસટીના ડ્રાઇવર ઉપર હીચકારો હુમલો કર્યો હતો અને ટીકા પાટોનો ગંભીર માર મારી ઇજા કરી ફરાર થઈ જતા ડ્રાઇવર ને સારવારમાં ખસેડવામાં આવ્યા છે એસટી ડ્રાઇવર એ ત્રણ શખ્સો વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે