કાલોલ: દશેરા પર્વએ ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન: સામૂહિક શસ્ત્રપૂજન બાદ શામળદેવી સ્ટેન્ડ શિશુ મંદિર થી ભવ્ય બાઈક રેલી યોજાઈ
આજરોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ કાલોલમાં વિજયાદશમીના પાવન પર્વે કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળના નેજા હેઠળ શામળદેવી શિશુ મંદિર ખાતે પરંપરાગત સામૂહિક શસ્ત્રપૂજન યોજાયું હતું. ત્યારબાદ મધવાસ સ્થિત ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર સુધી ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો જોડાયા હતા.