મોરવા હડફ તાલુકાના રજાયતા ગામ પાસે પેટ્રોલ પંપ સામે એક માર્ગ અકસ્માત સર્જાયો છે. મોરાથી મોરવા હડફ તરફ જઈ રહેલી એક અજાણી આયસર ગાડીની પાછળ બાઈક ધડાકાભેર અથડાતાં, બાઈક ચાલકનું મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે.