ખંભાત: સોખડા પ્રાથમિક શાળાની નવ્યા મકવાણાની DLSS માં પસંદગી, એથ્લેટિક્સમાં કરશે રાજ્યનું પ્રતિનિધિત્વ
Khambhat, Anand | Jul 10, 2026 સોખડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી નવ્યા મકવાણાએ પોતાની મહેનત અને પ્રતિભાના જોરે રાજ્ય સરકારની પ્રતિષ્ઠિત DLSS (District Level Sports School) માં સ્થાન મેળવીને સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે.આ પસંદગી બાદ, ગુજરાત રાજ્ય સરકાર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા નવ્યાને ધોરણ-૧૨ સુધી એથ્લેટિક્સની નિઃશુલ્ક, વિશેષ અને વ્યાવસાયિક તાલીમ પૂરી પાડવામાં આવશે. એક નાનકડી ગ્રામ્ય શાળામાંથી આટલી મોટી સિદ્ધિ મેળવી છે.