ગારિયાધાર: ગારિયાધારમાં સુખનાથ મંદિરના પૂજારીના પુત્ર પર હુમલો
ગારિયાધારમાં સુખનાથ મંદિરના પૂજારીના પુત્ર પર હુમલો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ, પોલીસ ફરિયાદ માટે પહોંચતા ફરી હુમલો કરાયો હોવાનો દાવો ગારિયાધાર શહેરમાં સુખનાથ મંદિરના પૂજારીના પુત્ર સાથે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, વિશાલગીરી રમેશગીરી ગોસ્વામીને એક શખ્સ દ્વારા ફોન કરી ગાળો-ગલોચ કરવામાં આવ્યા બાદ તે તેમના ઘરે પહોંચ્યો હતો.