સુરતના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં અષ્ટભુજા માતા મંદિર પાસે ગેંગવોર જેવી ઘટના સામે આવી. 10થી 15 શખ્સોના ટોળાએ બે યુવકો પર હુમલો કર્યો હોવાની માહિતી છે. બંનેને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાને લઈને સચિન પોલીસે તપાસ શરૂ કરી છે.
Udhna, Surat | Oct 9, 2026