કાલોલ: તાલુકા ખરીદ વેચાણ સંઘના આગામી અઢી વર્ષના ચેરમેન તરીકે પ્રતાપસિંહ રાઠોડની બિનહરીફ વાપસી, સૌએ અભિનંદન પાઠવ્યા
કાલોલ તાલુકા ભાજપના ચેરમેન તરીકે અગાઉ પણ પાંચ વર્ષ માટે ચેરમેન રહી ચૂક્યા છે અને એ સમય દરમ્યાન ખરીદ વેચાણ સંઘને આત્મનિર્ભર બનાવવા માટે જાણીતા હોવાથી તેમને પુનઃ ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવતા ભાજપના વિવિધ હોદ્દેદારો અને કાર્યકરોએ હર્ષોલ્લાસથી પુષ્પગુચ્છો અને હારતોરાથી અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી.