અંજાર: બસ સ્ટેશનમાંથી ચોરી થયેલ મોપેડ સાથે આરોપી ઝડપાયો : ₹30 હજારનો મુદ્દામાલ કબજે
Anjar, Kutch | May 27, 2026 પોલીસને મળેલી બાતમીના આધારે અંજારના જીઆઇડીસી વિસ્તારમાં વોચમાં રહી શંકાસ્પદ ઈસમને અટકાવી પૂછપરછ કરતા તેણે અંજાર બસ સ્ટેશનમાંથી મોપેડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી ગંભીરસિંહ કેશુભા ભાટીની અટકાયત કરી તેની પાસેથી ₹30 હજાર કિંમતનું મોપેડ કબજે કર્યું હતું.આ સમગ્ર કામગીરીમાં પીઆઈ એચ.એ.જાડેજા, પીએસઆઈ એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.