ગાંધીનગર: ગુડા બે લાંચિયા અધિકારી મકાનના વેઇટિંગ લિસ્ટમાં નામ જલ્દી લાવવા માટે 70000 ની લાંચ માંગતા ઝડપાયા
એક જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી કે, તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ GUDAમાં ફોર્મ ભર્યું હતું. તેમનું નામ વેઇટિંગ લિસ્ટમાં હતું, ત્યારે આરોપીઓ રોહનભાઈ કિશોરભાઈ પાર્કર (સુપરવાઈઝર, આઉટસોર્સ) અને નયનકુમાર અમૃતલાલ પરમાર (જુનિયર ક્લાર્ક, આઉટસોર્સ) દ્વારા તેમની ફાઇલ ઝડપી ક્લિયર કરવા અને મકાનના દસ્તાવેજ તથા ચાવી અપાવવા માટે 70,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી.