ગાંધીનગર: રામકથા મેદાન સેકટર ૧૧ ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા ‘કેસરિયા ગરબા-નવરાત્રિ ૨૦૨૫‘નું ભવ્ય આયોજન
રામકથા મેદાન સેકટર ૧૧ ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા ‘કેસરિયા ગરબા-નવરાત ૨૦૨૫‘નું ભવ્ય આયોજન આપણી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ગામઠી થીમ સાથે તેમજ ભારતીય સૈન્યની શૌર્યગાથા ‘ઓપરેશન સિંદૂર‘ અને ‘વોકલ ફોર લોકલ‘ના વિચારને કેન્દ્રસ્થાને રાખી ‘કેસરિયા ગરબા-નવરાત ૨૦૨૫‘નું આયોજન.૧૨૦૦૦ ખેલૈયાઓ ગરબે ઝૂમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન,૧૫૦૦૦ પ્રેક્ષકો માટે બેસવાની સુવિધા,૧ લાખ ચોરસ વારમાં વિશાળ પાર્કિગ,નામાંકિત કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુત અપાશે.