ગાંધીનગર: આસામથી લવ જેહાદના આરોપીને ગાંધીનગર પોલીસે દબોચ્યો,યુવતીને સુરક્ષિત પરત લાવીને પરિવારને સોપાઈ
ગાંધીનગર નજીકના એક ગામની 20 વર્ષીય યુવતી ગુમ થતાં તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવી હતી.પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવતીના ઘર નજીક ભાડેથી રહેતા આસામના વતની સોઈફ અબ્દુલ મનાફ ઉદીન, જે ગાંધીનગરની એક હોટલમાં સફાઈ સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો, તેણે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને લલચાવી-ફોસલાવીને તે તેને વિમાનમાં બેસાડી આસામ ભગાડી ગયો હતો.