ગાંધીનગર: સેક્ટર 11 ખાતે નમોત્સવ” મલ્ટિમીડિયા શો યોજાશે
ગાંધીનગરના એલ.આઇ.સી મેદાન, સેકટર 11 ખાતે 20 સપ્ટેમ્બરે સાંજે 6.30 કલાકે “નમોત્સવ” મલ્ટિમિડીયા શો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જીવન સંઘર્ષથી સિદ્ધિ સુધીના પથ પર આધારિત આ શોમાં 150થી વધુ કલાકારો ભાગ લેશે. કાર્યક્રમમાં ડ્રોન શો અને આતશબાજી પણ રહેશે.ગાંધીનગર નાગરિક સમિતિ અનુસાર, આ શોમાં રાજકીય, સામાજિક આગેવાનો તેમજ ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે. "આ માત્ર કાર્યક્રમ નહીં, પણ પ્રેરણા મેળવવાનો અવસર છે," યાદીમાં જણાવાયું.