શ્રાવણના છેલ્લા સોમવારે હર હર મહાદેવ ના જયઘોષ સાથે ઘોઘંબામાં દ્વિતીય કાવડયાત્રા પાલ્લા કરાડડેમ થી જળ લાવી વૈજનાથ મહાદેવ ના શિવલિંગ ઉપર જલાભીષેક કરવામાં આવ્યો
ઘોઘંબામાં દ્વિતીય કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પાલ્લા કરાડ ડેમ નુ પાણી કાવડ મારફતે લાવી ઘોઘંબા ખાતે આવેલ સ્વયંભૂ પ્રગટ વૈજનાથ મહાદેવ મંદિરે શિવલીંગ ઉપર જલાભીષેક કરવામાં આવ્યુ હતુ
કાવડ યાત્રા ની શરૂઆત સાથે જ 500 જેટલાં લોકો આ કાવડ યાત્રા ન જોડાયા હતા અંદાજે 500 જેટલા કાવડમાં હાથણી તથા કરાડ નદી ના સંગમ સ્થાન કરાડ ડેમ માંથી જળ લાવી વૈજનાથ મહાદેવ મંદિર માં સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ ઉપર જલાભીષેક કરી ધન્યતા અનુભવી હતી કાવડ યાત્રીઓ દ્વારા બમ બમ ભોલે , ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ ના નાદ થી આકાશ ગુંજી ઉઠ્યો હતો.
#kavdayatra🚩 #kavadyatra🕉️🔱 #ghoghambataluka #panchmahal #ghoghamba