માળીયાહાટીના તાલુકાના ગડુ ગામે પ્રાથમિક શાળામાં બાળકોને કામ કરાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને આ પ્રાથમિક શાળામાં બાળકોને કામ કરાવતા હોવા મામલે મામલો ગરમાયો હતો જેને લઇ ઉપસરપંચ દ્વારા ઉચ્ચકક્ષય રજૂઆત કરવામાં આવી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પણ પ્રિન્સિપાલ ને નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસો માગવામાં આવ્યો છે ત્યારે પ્રિન્સિપાલે પણ મીડિયા ને પ્રતિક્રિયા આપી હતી.