ખંભાત: ખંભાત સહીત આણંદ જિલ્લાના નાગરિકોને પેટ્રોલ અને ડીઝલના જથ્થા મુદ્દે ખોટી અફવા ન ફેલાવવા જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ.
Khambhat, Anand | Mar 23, 2026 આણંદ જિલ્લા પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ, આણંદ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે તેથી ખોટી અફવાઓ ન ફેલાવવા વિનંતી કરવામાં આવી છે અને પેટ્રોલ પંપ ઉપર ખોટી લાઈન લગાડવાની પણ જરૂર નથી જ્યારે જોઈએ ત્યારે પેટ્રોલ અને ડીઝલ મળી રહેશે તેથી આણંદ જિલ્લાના નગરજનોએ પેટ્રોલ ડીઝલ ખૂટી જશે તેવી અફવા ધ્યાનમાં ન લેવા જણાવ્યું છે.