દાહોદ જિલ્લાના લીમખેડાનો ઉમરીયા ડેમ 100 ટકા ભરાયો
દાહોદ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે લીમખેડા તાલુકાનો ઉમરીયા ડેમ 100 ટકા ભરાઈ છલકાયો છે.
ઉમરીયા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમમાં પાણીની સારી આવક થતાં આગામી સમયમાં ખેતી માટે પણ પાણીની સ્થિતિમાં રાહત મળવાની આશા સેવાઈ રહી છે.
જિલ્લામાં સતત વરસાદને પગલે ઉમરીયા ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. દાહોદ જિલ્લાના કુલ 8 ડેમ પૈકી ઉમરીયા ડેમ 100 ટકા ભરાયો
ડેમમાં વધુ પાણીની આવકને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
Dohad, Dahod | Sep 5, 2026