ભચાઉ: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભચાઉ પોલીસે 5 મોબાઈલ પરત અપાવ્યા
Bhachau, Kutch | May 29, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલા અને પોલીસ કર્મચારીની હાજરીમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે સાંજના અરસામાં 5 મોબાઈલ મૂળ માલિક અને ફરિયાદીઓને પરત અપાવ્યા હતા. ભચાઉ પોલીસે 5 મોબાઈલ સહિત કુલ 1 લાખ 58 હજારની કિંમતના મોબાઈલ મૂળ માલિકને પરત અપાવ્યા હતા.