મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના મોટા બામણા ગામ પાસે પાનમ નદી ઓળંગતા આધેડ અને બાળકનું પાણીમાં ડૂબી જવાને કારણે મૃત્યુ થયું હતું
નાડા ગામે આવેલા પટેલ ફળિયામાં રહેતા સુનિલકુમાર પટેલે મોરવા હડફ પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવી હતી,જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા 6 એપ્રિલના રોજ સવારના અરસામાં તેઓના તેઓના પિતા વખતસિંહ પટેલ અને નાનોભાઈ હાર્દિક બામણા ગામેથી પોતાના ઘરે આવવા માટે પાનમ નદીમાં થઇને નીકળ્યા હતા,જોકે પાનમ નદીના ઊંડા પાણીમાં પિતાપુત્ર અચાનક ડૂબવા લાગ્યા હતા, જેમાં આધેડ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે બન્ને મૃત્યુને ભેટ્યા હતા