શિનોર: શિનોર તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ - દવા ખાતરનો છંટકાવ કરીને વાવેતર કરેલ પાક સૂકાઈ જવાની ભીતિ સર્જાઈ.
Sinor, Vadodara | Jul 10, 2024 શિનોર તાલુકાના ખેડૂતોએ સારા વરસાદ ની આશાએ મોંઘાદાટ બિયારણ અને દવા ખાતર નો છંટકાવ કરીને કપાસ,કેળ અને મરચી સહિતના પાકનું પોતાના ખેતરોમાં વાવણી કરી વાવેતર કર્યું હતું.પરંતુ પાકનું વાવેતર કર્યા બાદ જાણે કે મેહુલિયો ખેડૂતો સાથે રિસાઈ થયો હોય તેમ એકાએક ગાયબ થઈ ગયો છે.જેના કારણે કપાસ,કેળ અને મરચી સહિતના પાક સૂકાવા લાગતાં ખેતીપાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની ભીતી ખેડૂતોમાં સેવાતા ખેડૂતો ચિંતાતુર બન્યાં છે.