શિનોર: શ્રી સત્યનારાયણ મંદિર માલસર ખાતેથી નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન .
માલસર ગામે નર્મદા કિનારે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતેથી જગત ના નાથ એવા ખુદ ભગવાન જગન્નાથજી શણગાર સાથે તેમના બહેન સુભંદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે રથમાં સવાર થઈ ને નગરચર્યાએ નીકળ્યા હતા.આસ્થા,શ્રધ્ધા, ઉમંગ,ઉલ્લાસ સાથે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા પામી હતી.આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભકતજનો જોડાયા હતાં.