શિનોર: અવાખલ ગામે આવેલ નમહ એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પેનલ બોર્ડમાં ઘૂસી ગયેલ સાપનું રેસ્ક્યું કરવામાં આવ્યું
અવાખલ ગામે નમહ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી આવેલી છે.આ ફેકટરીમાં લગાડેલ પેનલ બોર્ડમાં આજે સવારે 11.30 કલાકે એક સાપ ઘૂસી જતાં ફેકટરીમાં કામ કરતાં કામદારોમાં અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફેકટરીમાં લગાડેલ પેનલ બોર્ડમાં ઘૂસી ગયેલ સાપને ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કર્યો હતો.