શિનોર: અવાખલ ગામે રહેણાંક મકાનમાં કોમન કોબ્રા સાપ આવી ચડતાં ભારે અફરાતફરી મચી જવા પામી
અવાખલ ગામે રહેતા રમણભાઈ પટેલના રહેણાંક મકાનમાં આજે રાત્રે 7.45 કલાકે એક કોમન કોબ્રા સાપ આવી ચડતાં તેમના પરિવારજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.જે અંગેની જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ તાત્કાલિક અવાખલ ગામે પહોંચી રમણભાઈ પટેલના રહેણાંક મકાનમાં આવી ચડેલા કોમન કોબ્રા સાપને રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવાની તજવીજ હાથ ધરી હતી.