અંજાર: નગરપાલિકા દ્વારા શાક માર્કેટ વિસ્તારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા જપ્ત
Anjar, Kutch | May 16, 2026 અંજાર નગરપાલિકા દ્વારા “પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજાર” અભિયાન અંતર્ગત શહેરમાં કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજે શાક માર્કેટ વિસ્તારમાં છૂટક વેપારીઓ પાસે તપાસ હાથ ધરી અંદાજે રૂ.૮ હજાર કિંમતનો લગભગ ૫૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.આ કામગીરી ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા, ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ રશ્મિનભાઈ ભીંડે તથા ખીમજીભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ દ્વારા કરવામાં આવી હતી.