અંજાર: નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે પ્રકાશભાઈ લોદરીયાએ વિધિવત ચાર્જ સંભાળ્યો
Anjar, Kutch | Jun 19, 2026 અંજાર નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન શ્રી પ્રકાશભાઈ લોદરીયાએ આજરોજ વિધિવત પૂજા-અર્ચના કરી કારોબારી ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.આ પ્રસંગે અંજારના જૈન સમાજના અગ્રણીઓ, નગરપાલિકાના હોદ્દેદારો, કાઉન્સિલરો, કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.