મોરવા હડફ: લીમડી ખાતે રૂ.170.50 લાખના રોડના કામનું ખાતમુહૂર્ત અને પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતા ધારાસભ્ય નિમિષાબેન સુથાર
મોરવા હડફ તાલુકાના લીમડી મુકામે વિકાસકાર્યોની વણઝાર હેઠળ ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લીમડી–બારીઆ ફળિયા રોડના આશરે 3.10 કિલોમીટર લંબાઈના માર્ગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂ.170.50 લાખના મંજૂર ખર્ચે તૈયાર થનારા આ રોડનું ખાતમુહૂર્ત તા.12 જૂન, શુક્રવારના રોજ વિસ્તારના ધારાસભ્ય નિમિષાબેન સુથારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.