જેસર: જેસર તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, ઉભો પાક સુકાવા લાગ્યો
જેસર તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, ઉભો પાક સુકાવા લાગ્યો જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. શરૂઆતના વરસાદ બાદ પાકમાં સારો વિકાસ જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદ ન પડતાં ખેતરોમાં ઉભા પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં પાક સુકાવા લાગ્યો હોવાની ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર અને દવાઓ પાછળ ખર્ચ કરીને વાવ