અંજાર: ખેડોઇ ગામ વિસ્તારમાંથી મિનરલ પાણીની બોટલોની આડમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને અંજાર પોલીસે ઝડપ્યો
Anjar, Kutch | May 10, 2026 અંજાર પોલીસ દ્વારા ખેડોઈ ગામ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.ચેકિંગ દરમિયાન એક બોલેરો પિકઅપ ડાલા વાહનમાં પીવાના મિનરલ પાણીની બોટલોના આડમાં આશરે 620 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર્યવાહી કરી આરોપી અર્જુન વાઘજીભાઈ પરમારને ઝડપી દારૂ, વાહન તથા મોબાઇલ ફોન સહિત કુલ 4.79 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.