ખંભાત: ગલિયાણા બ્રિજ પરથી નદીમાં પડતું મુકનાર યુવકનો 15 કિમી દૂર મીતલીના વહેરા વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો.
તારાપુરના ગલિયાણા બ્રિજ પરથી નદીમાં કૂદનાર યુવકની લાશ ઘટનાસ્થળથી અંદાજે 15 કિમી દૂર મીતલીના વહેરા વિસ્તાર પાસેથી મળી આવી છે.યુવક ખંભાતના દરિયા તરફ તણાઈ રહ્યો હતો, જેને લઈને ખંભાત તાલુકા વહીવટ તંત્ર તેમજ કાંઠા વિસ્તારના ગામના આગેવાનો દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.ગોલાણા તાલુકા પંચાયતના સભ્ય પ્રતિનિધિ અજીતકુમાર મકવાણાને શોધખોળ દરમિયાન લાશ દેખાઈ હતી.સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ ભારે જહેમત બાદ નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો.