ગાંધીધામ: જાહેરમાં કચરો ફેંકનાર ‘ફન બ્લાસ્ટ’ને ગાંધીધામ મનપા દ્વારા 10,000-નો દંડ
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેર સ્થળે કચરો ફેંકવા બદલ ‘ફન બ્લાસ્ટ’ સામે ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મનપાની આ કાર્યવાહી શહેરમાં સ્વચ્છતા જાળવવા અને નિયમોના પાલન માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. મનપા દ્વારા સતત દેખરેખ રાખી સ્વચ્છ ગાંધીધામના સંકલ્પને સાકાર કરવા માટે કરવામાં આવતી કામગીરી પ્રશંસનીય છે. આવી કડક કાર્યવાહીથી અન્ય લોકોને પણ સ્વચ્છતા અંગે જાગૃતિ અને જવાબદારીનો સંદેશ મળશે.