ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં નાસ્તામાં જીવાત હોવાના આક્ષેપ નગરસેવક દ્વારા કરાયા
Bhavnagar City, Bhavnagar | Sep 9, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા નાસ્તામાં જીવાત મળી હોવાના આક્ષેપો નગરસેવક દ્વારા કરવામાં આવ્યા છે. નાસ્તાની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવી નગરસેવકે સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. નગરસેવકના આક્ષેપ મુજબ, આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલા નાસ્તામાં જીવાત જોવા મળતા વાલીઓ અને સ્થાનિકોમાં પણ ચિંતા ફેલાઈ હતી.