અંજાર: રતનાલ વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લેવાના બનાવમાં પોલીસ તપાસ શરૂ
Anjar, Kutch | Jun 9, 2026 અંજારના રતનાલ વાડી વિસ્તારમાં રહેતા 33 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીમાં ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સીએચસી હોસ્પિટલ અંજાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે રીફર કરાતા હોસ્પિટલના ફરજ પરના તબીબે તેમને તપાસી મરણ જાહેર કર્યા હતા. આ અંગે સી.એચ.સી. હોસ્પિટલ અંજારના મેડિકલ ઓફિસર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે અંજાર પોલીસ દ્વારા આગળની તમામ કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે