અંજાર: નર્મદા પાઇપલાઇનમાં લીકેજ, લાખો લિટર પાણીનો વેડફાટ, લીકેજ બંધ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
Anjar, Kutch | Jul 1, 2026 સૂત્રોના જણાવ્યા મુજબ,અંજારથી ભુજ તરફ જતી નર્મદા પાઇપલાઇનના એર વાલ્વ પાસે કાર સેફ્ટી પિલર સાથે અથડાતા એર વાલ્વ બહાર નીકળી જતાં લાખો લિટર નર્મદાનું પાણી વેડફાઈ રહ્યું છે.ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હાલ લીકેજ બંધ કરવા માટે સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. અધિકારીઓ દ્વારા વહેલી તકે લીકેજ દૂર કરી પાણીનો વેડફાટ અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.