ગાંધીધામ: ચૂંટણી દરમ્યાન સીટી ટ્રાફિકમાં ફરજ બજાવતા ASI કિશોર રામચંદ્ર ભથ્થર દ્વારા ઉત્તમ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી
તા. 26/04/2026 ના રોજ મહાનગરપાલિકા ગાંધીધામની ચૂંટણી દરમ્યાન સીટી ટ્રાફિકમાં ફરજ બજાવતા ASI કિશોર રામચંદ્ર ભથ્થર દ્વારા ઉત્તમ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.તેઓ વોર્ડ નંબર 13, કિડાણા કન્યા શાળા ખાતે ફરજ પર હતા, તે દરમિયાન એક વિકલાંગ મતદારને મતદાન મથક સુધી સુરક્ષિત રીતે ઉપાડીને પહોંચાડવાની માનવતાભરી સેવા આપી હતી. તેમની આ કાર્યશૈલી દ્વારા ફરજ પ્રત્યેની નિષ્ઠા, જવાબદારી અને માનવ સેવા ભાવના સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. આવા ઉત્કૃષ્ટ કાર્ય અન્ય ક