ગાંધીધામ: ચેમ્બર ભવન ખાતે કચ્છના રાષ્ટ્રીય ધોરી માર્ગોના વિકાસ મુદ્દે ગાંધીધામ ચેમ્બર અને NHAI વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળે NHAIના નવનિયુક્ત જનરલ મેનેજર (ટેક્નિકલ) તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર કેશવ વી. ઘોડકે સાથે શુભેચ્છા મુલાકાત સહ બેઠક યોજી કચ્છના રોડ અને ટ્રાન્સપોર્ટ વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી.