ખંભાત: વડગામમાં ફેન્સીંગની વાડના થાંભલા કાઢવા બાબતે જીવલેણ હુમલો, 5 ઘાયલ, 2 ગંભીર
ખંભાત તાલુકાના વડગામમાં ખેતર વચ્ચેની ફેન્સીંગની વાડના થાંભલા કાઢવા બાબતે પાંચ શખ્સોએ લોખંડની ખોરીવાળી લાકડીથી તેમજ ધારીયાથી હુમલો કરીને પાંચને માર માર્યો હતો. જેમાં બેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને પાંચેય શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.