અંજાર: તુણામાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોના જમાવડા સામે કાર્યવાહી કરવાની માંગ #Jansamasya
Anjar, Kutch | Jul 1, 2026 અંજાર તાલુકા વિસ્તારમાં આવેલ તુણા ગામ અને આસપાસના વિસ્તારમાં મોડી રાત સુધી અજાણ્યા શખ્સો જાહેર સ્થળો અને રસ્તાઓ પર બેસી રહેતા હોવાની ફરિયાદોને પગલે સામાજિક કાર્યકર ખીમજી પરમારે પોલીસ પ્રશાસન સમક્ષ રજૂઆત કરી છે.ખીમજી પરમારે સ્થાનિક બીટ જમાદારને વ્હોટ્સએપ મારફતે લેખિત રજૂઆત કરીને મોડી રાત્રે શંકાસ્પદ રીતે આંટાફેરા કરતા અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા, સમગ્ર તુણા વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે.