અંજાર: વહીવટી તંત્રની કાર્યવાહી:ભુવડ ગામે 43.75 લાખની સરકારી જમીન દબાણમુક્ત
Anjar, Kutch | Jun 25, 2026 અંજાર તાલુકાના ભુવડ ગામે સર્વે નં. 671/19 વાળી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર વાણિજ્યિક દબાણ સામે વહીવટી તંત્રએ કાર્યવાહી કરી આશરે 12,674 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાવી છે.જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તથા નાયબ કલેક્ટર એસ.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મામલતદાર બી.વી. ચાવડા અને સર્કલ ઓફિસર અંજારની ટીમે તા. 24 જૂન, 2026ના રોજ કાર્યવાહી હાથ ધરી હતી. જંત્રી મુજબ દબાણમુક્ત કરાયેલી જમીનની અંદાજિત કિંમત રૂ. 43.75 લાખ હોવાનું જણાવાયું છે.