ગાંધીધામ: આદિપુરમાં ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ, ₹45,400નો મુદ્દામાલ કબજે
રાજ્યમાં ચાલી રહેલા "Say No To Drugs" અભિયાન હેઠળ આદિપુર પોલીસને મળેલી બાતમીના આધારે મુન્દ્રા સર્કલ નજીક ઝુપડપટ્ટી વિસ્તારમાં દરોડો પાડી એક મહિલા આરોપી કુંવરબેન જયંતીભાઈ દેવીપુજકને ઝડપી તેની પાસેથી 908 ગ્રામ ગાંજો કબજે કર્યો છે, જેની અંદાજિત કિંમત ₹45,400 થાય છે. આરોપી સામે NDPS Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.