ખંભાત: વાડોલા ગામના શિવરામપુરામાં રહેતી 22 વર્ષીય યુવતી લાપતા થઇ, પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી.
Khambhat, Anand | Jun 11, 2026 વાડોલાના શિવરામપુરામાં રહેતી અને 22 વર્ષની ઉંમર ધરાવતી માનસી રમેશભાઈ પરમાર કોઈને પણ કાંઈપણ કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી.અને તેણી કોઈ કારણોસર ક્યાંક લાપતા થઇ જવા પામી હતી.જેથી પરિવારજનોએ આસપાસ તેમજ સગાવ્હાલાઓને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ યુવતીનો કોઈ અતો પતો લાગ્યો ન હતો.આખરે પરિવારજનોએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પરિવારની ફરિયાદના આધારે જાણવાજોગનો નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.